ઈઝરાયલમાં ઓમ નમ : શિવાયના જાપ : ભારત માટે સમૂહ પ્રાર્થના

ઈઝરાયલમાં ઓમ નમ : શિવાયના જાપ : ભારત માટે સમૂહ પ્રાર્થના
નવી દિલ્હી, તા. 7 : કોરોનાથી કણસતા ભારતને મદદ માટે દુનિયાભરના દેશો દોડી આવ્યા છે, ત્યારે ઈઝરાયલ તરફથી દવાની સાથોસાથ દુવાઓ પણ થઈ રહી છે.
ઈઝરાયલમાં લોકો એકઠા થઈને ઓમ નમ: શિવાયના જાપ કરી, ભારતને સંકટમાંથી ઉગારવા માટે પ્રાર્થના કરવા માંડયા છે.
આ સમૂહ જાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ઈઝરાયલમાં ભારતીય રાજદ્વારી પવન કે. પાલે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈઝરાયલ વચ્ચે એક અનોખું આધ્યાત્મિક જોડાણ પણ છે. ત્રણ વર્ષની સૈન્ય તાલીમ બાદ શાંતિ મેળવવા ઈઝરાયેલી નાગરિકો ભારતના પહાડોમાં રોકાય છે.
Published on: Sat, 08 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer