હોકી ટીમ પાસે અૉલિમ્પિકમાં ચંદ્રક જીતવાની સુવર્ણ તક : કપ્તાન મનપ્રિત

હોકી ટીમ પાસે અૉલિમ્પિકમાં ચંદ્રક જીતવાની સુવર્ણ તક : કપ્તાન મનપ્રિત
બેંગ્લુરુ, તા.9:  હોકી ટીમના કપ્તાન મનપ્રિત સિંઘનું માનવું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત પાસે ચાર દશક બાદ ચંદ્રકનો દુકાળ સમાપ્ત કરવાનો સોનેરી મોકો છે. કારણ કે ટીમને આગામી ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો આત્મવિશ્વાસ છે. ભારતીય હોકી ટીમ ભૂતકાળમાં 8 સુવર્ણ ચંદ્રક જીતી છે. ટીમે તેનો છેલ્લે મેડલ ગોલ્ડના રૂપમાં 1980માં મોસ્કો  ઓલિમ્પિકમાં જીત્યો હતો.
23 જુલાઇથી શરૂ થઇ રહેલ ટોક્યો ઓલિમ્પિકના 75 દિવસના કાઉન્ટ ડાઉનના મોકા પર કેપ્ટન મનપ્રિતે કહ્યંુ કે આ વખતે અમારી પાસે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો સર્વશ્રેષ્ઠ મોકો છે અને તેનો અમને વિશ્વાસ છે. અમે ટ્રેનિંગની યોજના એવી બનાવી છે કે સાચા સમયે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. ટોક્યોને ગરમ હાલતમાં એડજેસ્ટ થવા માટે અમે સૂરજની રોશનીમાં કલાકો સુધી અભ્યાસ કરીએ છીએ. આ તકે સુકાની મનપ્રિતે સ્વીકાર્યું કે જર્મની અને સ્પેન વિરૂધ્ધ એફઆઇએચ પ્રો લીગના મુકાબલા કોરોના મહામારીને લીધે સ્થગિત થવાથી ટીમની તૈયારીને મોટો ફટકો પડયો છે. આ મેચોથી અમને તૈયારીમાં ઘણી મદદ મળી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer