પતરાના શેડમાં સેનેટાઇઝરનું કારખાનુ : માલિકની ધરપકડ

અહમદનગર , તા.9 : શ્રીગોંદા તાલુકામાં પતરાના શેડમાં વિના પરવાનગી ચાલી રહેલા સેનેટાઇઝર બનાવવાના કારખાના પર પોલીસે છાપેમારી કરી હતી. કારખાના ચલાવનારા માલિકની ધરપકડ કરવામાં આવી છે. તેમ જ અહીંથી 200 લિટરના છ બેરલ, 35 લિટરના વીસ કેન, પાંચ લિટરના 109 કેન, ગરણી, ગ્રાઇન્ડર, મિકસર, 10 બોટલના ત્રણ મોટા બોકસ, વિવિધ સુંગધી દ્રવ્યની ચાર બોટલ, પચાસ મિલીની પચીસ પ્રે બોટલ સ્ટીકર, બિલ બુક એમ કુલ બે લાખ 18 હજાર રૂપિયાના માલ તાબામાં લેવાયો હતો. કોઇપણ ટેકનિકલ જ્ઞાન અને પરવાના વગર અહીં મોટા પ્રમાણમાં સેનેટાઇઝર તૈયાર કરીને દવાખાના, દવાની દુકાને, કંપનીઓમાં મોકલાતા હતા. આ મામલે પોલીસે વિકાસ ગુલાબ તિખેની ધરપકડ કરી છે. તાબામાં લેવાયેલી સામગ્રી, સેનેટાઇઝરને નિષ્ણાંતો પાસે તપાસ માટે મોકલી દેવાયા હતા. એક ગુપ્ત માહિતીના આધારે શ્રીગોંદા તાલુકા પોલીસ સ્ટેશન અને એફડીએ અધિકારીઓની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

Published on: Mon, 10 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer