અમિતાભ બચ્ચને પૉલૅન્ડથી પચાસ અૉક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યા

અમિતાભ બચ્ચને પૉલૅન્ડથી પચાસ અૉક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યા
બૉલીવૂડના અન્ય સેલિબ્રિટિઝની જેમ અમિતાભ બચ્ચન પણ કોવિડ-19નાં રાહતકાર્યોમાં યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે બ્લૉગમાં પૉલૅન્ડની સરકાર, રૉક્લો શહેરના મેયર અને ત્યાંના ભારતીય રાજદૂતનો પચાસ અૉક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મોકલવા બદ્લ આભાર માન્યો હતો. બિગ બીએ જણાવ્યું હતું કે, રૉક્લોના ભારતીય રાજદૂતે પોર્ટેબલ અૉક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ કૉન્સન્ટ્રેટર્સ ભારતીય હૉસ્પિટલો કે સંસ્થાને આપવામાં આવશે. રાજદૂતે જ કોન્સન્ટ્રેટર્સ બનાવતી પૉલૅન્ડની કપનીની વિગતો આપી હતી અને ઓર્ડર પૂરો કરવામાં સહાય કરી હતી. 
આ ઉપરાતં બચ્ચને વીસ વૅન્ટિલેટર્સનો પણ અૉર્ડર આપ્યો હતો, જેમાંથી દસ મુંબઈ પાલિકાને આપ્યા છે અને બાકીના દસ આ મહિનાના અંત સુધીમાં આવી જશે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer