તુમ્હારી સુલુ ના મેકર્સની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન

તુમ્હારી સુલુ ના મેકર્સની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન
વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવીને બૉલીવૂડમાં અનોખી નામના પ્રાપ્ત કરનારી અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં ફિલ્મ શેરની પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફૉરેસ્ટ અૉફિસરની ભૂમિકામાં જોવા મળશે, ત્યાર બાદ તેણે ફિલ્મ તુમ્હારી સુલુના મેકર્સની આગામી ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. તનુજ ગર્ગ અને અતુલ કસબેકરના નિર્માણમાં બનેલી તુમ્હારી સુલુમાં વિદ્યા ગૃહિણીમાંથી રેડિયોજોકી બને છે. હવે તેમની આગામી ફિલ્મ પણ આવી જ સામાન્ય કથા ધરાવતી અસામાન્ય પ્રકારની હશે જેમાં વિદ્યા લાગણીના ભારે ઉતારચડાવ ધરાવતું સશક્ત પાત્ર ભજવશે. સ્વાતિ ઐયર ચાવલા સહનિર્મિત આ ફિલ્મ પિસ્તાળીસ દિવસમાં મુંબઈ અને દક્ષિણ ભારતમાં શૂટ કરવામાં આવશે. જોકે, તનુજ અને અતુલની બીજી એક ફિલ્મ લૂપ લપેટાનું નિર્માણ ચાલે છે. આમાં તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન છે. 
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer