માતા-પિતાની પ્રોત્સાહન અને પ્રશંસા બાળકો માટે મહત્ત્વની : રાજેશ શ્રૃંગારપુરે

માતા-પિતાની પ્રોત્સાહન અને પ્રશંસા બાળકો માટે મહત્ત્વની : રાજેશ શ્રૃંગારપુરે
સોની એન્ટરટેન્મેન્ટ પરથી પ્રસારિત થતી સિરિયલ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ દર્શકોમાં અત્યંત લોકપ્રિય થઈ છે. આ સિરિયલમાં અહિલ્યાબાઈ હોળકરની શૌર્યગાથાનું વર્ણન કરવામાં આવે છે અને સસરા મલ્હારરાવ હોળકરના પીઠબળથી અહિલ્યાને પુરુષસત્તાક સમાજની અન્યાયકારક રૂઢિઓનું ખંડન કરતી દર્શાવવામાં આવે છે. આ સિરિયલમાં મલ્હારરાવ હોળકરનું પાત્ર અભિનેતા રાજેશ શ્રૃંગારપુરે ભજવે છે. સિરિયલમાં અભિનય કરતા પોતાને શીખવા મળ્યું છે કે માતાપિતાનું પ્રોત્સાહન અને પ્રશંસા બાળકોના વિકાસ માટે અત્યંત મહત્ત્વનાં છે એવું રાજેશે કહ્યું હતું. 
રાજેશે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકને પ્રોત્સાહિત કરીને પ્રશંસા કરતા માતાપિતા થઇને ચોક્કસ રીતે વિચારતા અને વર્તન કરતા શીખવે છે. તે જયારે કોઈ સારું કામ કરે છે ત્યારે તેણે આ બદલ ગૌરવ અનુભવવું જોઈએ. આવાં બાળકો દરેક પડકારોનો સામનો કરીને આશાવાદી રહે છે. માતાપિતાના પ્રોત્સાહનથી બાળકોને આગળ વધવાની પ્રેરણા મળે છે.

Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer