અભિનેતા સૂરજ થાપરની તબિયત કથળી; રાજીવ પૉલ હૉસ્પિટલમાં દાખલ

અભિનેતા સૂરજ થાપરની તબિયત કથળી; રાજીવ પૉલ હૉસ્પિટલમાં દાખલ
ફિલ્મ અને ટીવીના કલાકારો કોરોના સંક્રમિત બની રહ્યાનો સિલસિલો જારી છે. હાલમાં ટીવી અભિનેતા સૂરજ થાપર કોરોના સંક્રમિત થતાં ગોરેગામની હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરંતુ ત્યાં તેની તબિયત કથળતાં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજ રાજીવ પૉલ પણ કોરોના પૉઝિટિવ થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.  સૂરજના મિત્રએ જણાવ્યું હતું કે, સૂરજનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેને ગોરેગામની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ અહીં તેની સ્થિતિમાં સુધારો ન થયો અને તબિયત કથળતાં ડૉકટરે તને મોટી હૉસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ તેને લીલાવતીમાં શિફટ કરવામાં આવ્યો છે. આશા રાખીએ કે તે જલ્દી સાજો થાય. 
ટીવી સિરિલ શૌર્ય કી અનોખી કહાનીમાં સૂરજ તેજ સભરવાલની ભૂમિકા ભજવી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી સિરિયલનું શાટિંગ ગોવામાં ચાલતું હતું. હવે ગોવામાં પણ લૉકડાઉન થતાં ટીમ મુંબઈ પરત ફરી છે. ટીમની સાથે સૂરજ પણ મુંબઈ પરત આવ્યો .ગોવા ઍરપોર્ટ પર તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ઘરે આવ્યા બાદ સૂરજને તાવ આવાવ લાગતાં ફરી રિપોર્ટ કઢાવ્યો જે પૉઝિટિવ આવ્યો. આથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં સૂરજે રઝિયા સુલ્તાન, ઉડાન, અકબર બિરબલ જેવી અનેક ટીવી સિરિયલમાં અભિનય કર્યો છે. 
કહાની ઘર ઘર કી તથા સસુરાલ સિમર કા -ટુ જેવી સિરિયલમાં અભિનય કરનારા રાજીવ પોલની તબિયતમાં સુધારો ન થતાં કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજીવને સાતમી મેએ કોરોના સંક્રમિત હોવાની જાણ થઈ હતી અને ઘરમાં જ તેની સારવાર ચાલતી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર હાથ પર હૉસ્પિટલાઈઝ્ડનો સિક્કો મારેલી તસવીર શૅર કરતાં લખ્યું હતું કે, પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલાં સક્ષમ હાથમાં મૂકી દેવી જોઈએ. મારો તાવ ઉતરતો નહોતો એટલે હું કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ થયો છું. 
નોંધનીય છે કે રાજીવની તબિયત સારી ન થતાં ફિલ્મમેકર સતીશ કૌશિકે સમજાવ્યો હતો.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer