જોકોવિચ-નડાલ ઇટાલિયન અૉપનના કવાર્ટરમાં

જોકોવિચ-નડાલ ઇટાલિયન અૉપનના કવાર્ટરમાં
દર્શકોને સ્ટેડિયમની પ્રવેશની છૂટ
રોમ, તા.14: દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ અને સ્પેનના સ્ટાર રાફેલ નડાલ ઇટાલિયન ઓપનના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બન્ને ખેલાડીએ તેમની જીતનો જશ્ન સ્ટેડિયમમાં દર્શકોની વાપસી સાથે મનાવ્યો હતો.
સર્બિયના જોકોવિતે એલેજાંદ્રો ડેવિડોવિચ સામે એક તરફી 6-2 અને 6-1થી જીત મેળવી હતી. જ્યારે નડાલને કવાર્ટર ફાઇનલમાં પહોંચવા સંધર્ષ કરવો પડયો હતો. 
એક સેટથી પાછળ રહ્યા બાદ નડાલનો કેનેડાના ખેલાડી ડેનિસ શેપોલ્વ વિરૂધ્ધ 3-6, 6-4 અને 7-6થી વિજય થયો હતો. ઇટાલિયન ઓપનના શરૂઆતના રાઉન્ડમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની અનુમતિ મળી ન હતી, પણ ઇટાલી સરકારના નિર્ણય બાદ ગુરૂવારથી સ્ટેડિયમના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer