ભારતીય નિશાનેબાજો ક્રોએશિયામાં હોટલના રૂમમાં પ્રેક્ટિસ કરે છે

ભારતીય નિશાનેબાજો ક્રોએશિયામાં હોટલના રૂમમાં પ્રેક્ટિસ કરે છે
નવી દિલ્હી, તા. 14 : ભારતના ઓલિમ્પિકમાં ભાગ લેનાર નિશાનેબાજ કવોરન્ટાઇન દરમિયાન ક્રોએશિયાના જગરેજ શહેરમાં હોટલમાં તેમના રૂમમાં જ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ આવતા સપ્તાહે રેંજમાં ઉતરશે. ભારતીય શૂટીંગ ટીમ 19 મે સુધી કવોરન્ટાઇન રહેશે. ભારતીય ટીમ 20 મેથી 6 જૂન દરમિયાન રમાનાર યૂરોપીય ચેમ્પિયનશિપમાં વિશેષ આમંત્રિત ટીમ તરીકે રમશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર યુવા ખેલાડીઓ સૌરભ ચૌધરી, મનુ ભાકર સહિતના 13 નિશાનેબાજ, સાત કોચ અને બીજા સપોર્ટ સ્ટાફના વિશેષ વિમાનમાં મંગળવારે ક્રોએશિયા પહોંચ્યા છે.

Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer