એક વર્ષમાં દેશની નિકાસ 196 ટકા વધીને $30.63 અબજ થઈ

એક વર્ષમાં દેશની નિકાસ 196 ટકા વધીને $30.63 અબજ થઈ
આયાત પણ વધી; વેપારી ખાધ $15 અબજ
નવી દિલ્હી,  તા. 14 : એપ્રિલ 2021માં ભારતની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 196 ટકા વધીને 30.63 અબજ ડૉલર થઈ હતી. આયાત 167 ટકા વધીને 45.72 અબજ ડૉલરની હતી. શુક્રવારે સરકારે જાહેર આંકડા અનુસાર ભારતની ટ્રેડ ડેફિસિટ 15.10 અબજ ડૉલર હતી જે ગયા વર્ષના એપ્રિલમાં 6.76 અબજ ડૉલર હતી.
ગયા વર્ષે એપ્રિલમાં ભારતની નિકાસમાં લૉકડાઉનને કારણે 60 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. 
માર્ચ 2021માં આયાત 60 ટકા વધીને 34.45 અબજ ડૉલર રહી હતી. 
ગયા વર્ષે આંકડો નબળો હોવાથી આ વર્ષે નિકાસમાં મોટો વધારો દેખાય છે, એમ નિષ્ણાતોએ કહ્યું હતું. 
આ એપ્રિલમાં ક્રૂડતેલની આયાત 10.8 અબજ ડૉલરની હતી, જે ગયા વર્ષના એપ્રિલ મહિનામાં 4.66 અબજ ડૉલરની હતી.  સોનાની આયાતમાં મોટો વધારો થયો હતો. ગયા વર્ષના એપ્રિલમાં 28.3 લાખ ડૉલરની સામે એપ્રિલ 2021માં સોનાની આયાત 6.24 અબજ ડૉલરની હતી.  એપ્રિલ 2021માં જે ચીજવસ્તુઓની નિકાસ વધી તેમાં જેમ્સ અને જેવેલરી, જ્યૂટ, કાર્પેટ, હેન્ડિક્રાફ્ટ, ચામડું, ઇલેક્ટ્રોનિક સાધનો, તેલની ખોળ , કાજુ, ઇજનેરી સમાન, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, દરિયાઈ પ્રોડક્ટ અને રસાયણોનો સમાવેશ થાય છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer