કેન્દ્ર બધું કરશે તો શું તમે રાજ્યમાં માખી મારશો?

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સર્વોચ્ય અદાલતના ચુકાદાની સમીક્ષા કરવા માટેની વિનંતી સાથે કેન્દ્ર સરકારે આરક્ષણ માટેની મહતમમર્યાદા 50 ટકાથી વધારવા માટેની અરજી પણ કરવી જોઈએ એવા કૉંગ્રેસના નેતા અને પ્રધાનમંડળની મરાઠા આરક્ષણ અંગેની પેટાસમિતિના વડા અશોક ચવ્હાણના વિધાનની ટીકા કરતા ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે જો કેન્દ્રની એન.ડી.એ. સરકારે બધુ કરવાનું હોય તો તમે શું મહારાષ્ટ્રમાં માખી મારતા બેસી રહેશો. મરાઠાઓ માટે મેળવેલું આરક્ષણ તમે ગુમાવી બેસશો. આ કેટલા દિવસ ચાલશે? 50 ટકા કરતા વધારે આરક્ષણ મહારાષ્ટ્રએ આપ્યું હતું. તેથી તેની વિરુદ્ધ પુનવિચારની અરજી કેન્દ્ર સરકાર કેવી રીતે કરશે? આ પ્રકારના પ્રશ્નો ઊભા કરતા પહેલા અશોક ચવ્હાણે કાયદો સમજી લેવાની જરૂર છે એમ ફડણવીસે ઉમેર્યું હતું.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer