કોરોનાનો શ્રમિકોને ઝટકો : કેરળની આવકમાં પડયું મોટું ગાબડું

અખાતી દેશોથી 10 લાખ ભારતીય પરત
દુબઈ, તા. 14 : કેરળને ખાડી દેશોમાંથી પ્રવાસીઓ તરફથી મોકલવામાં આવતી રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાડી દેશોમાં કોરોનાના કારણે થયેલી છટણીને લીધે અંદાજીત 10.02 લાખ શ્રમિકો કેરળ પરત ફરી ગયા છે. આ જાણકારી વિશ્વ બેન્કે જારી કરી છે. બેન્કના પ્રવાસન અને વિકાસના રિપોર્ટમા આ જાણકારી આપમાં
આવી છે. જો કે 2020મા વિદેશોમાં રહેતા ભારતીયો દ્વારા મોકલાતી રકમ 8.3 અબજ ડોલર હતી. જે ગયા વર્ષની તુલનાએ 0.2 ટકા ઓછી હતી. 
રિપોર્ટ અનુસાર યુએઈથી ભારત મોકલતા રૂપિયામાં 17 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જો કે અમેરિકા અને અન્ય દેશોથી થતા પ્રવાહના કારણે સ્થિતિ સામાન્ય રહી હતી. વિસ્તારથી કહેવામાં આવે તો ભારત કુલ વિદેશથી આવેલા ધનમાં દુનિયામાં 2008થી શીર્ષ સ્થાને છે. જો કે ભારત માટે જીડીપીમાં સમાવેશ ન થાય ત્યાં સુધી વિદેશી આવતી રકમ ગણતરીમા ંલેવાતી નથી. ટોંગા અને લેબનન જેવા નાના દેશો માટે વિદેશથી આવતી રકમ જીડીપીનો એક મહત્ત્વનો હિસ્સો છે.
રિપોર્ટ અનુસાર ગયા વર્ષે જીસીસીના સાત સભ્ય દેશોમાંથી વિદેશી કામદારોના પલાયને કેરળને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યું હતં. બેન્કના કહેવા પ્રમાણે વિદેશમાં કામ કરતા કેરળના શ્રમિકોએ રાજ્યની આવકમાં 30 ટકાનું યોગદાન કર્યું છે. 2020મા આ કામદારો બેરોજગાર બન્યા છે. જેમાં ઓછા કુશળ શ્રમિકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. પરિવારોને મળતા માસિક વેતનમાં સરેરાશ 267 ડોલરનો ઘટાડો થયો છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer