10 રાજ્યમાં બ્લૅક ફંગસનું જોખમ

ગુજરાતમાં વધુ મામલા : વિચિત્ર સંક્રમણ આંખ, મગજ, ફેફસાંને અસર કરી શકે છે
નવી દિલ્હી, તા. 14 : ભારતમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધવા માંડયો છે. દેશના 10 રાજ્યોમાં મ્યુકોરમાઈકોસીસ એટલે કે `બ્લેક ફંગસ'ના મામલા દેખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા છે, જેમાં અનેક દર્દી દૃષ્ટિ ખોઈ બેસે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ આ વિચિત્ર બીમારી જોવા મળી છે.
મધ્યપ્રદેશમાં પણ 50થી વધુ બ્લેક ફંગસના કેસો સામે આવ્યા છે.  પ્રદેશના તબીબો ઈલાજ માટે અમેરિકી તજજ્ઞોની સલાહ લઈ રહ્યા છે.તેલંગાણામાં પણ 60થી વધુ, તો કર્ણાટકના બેંગ્લોરમાં બે સપ્તાહમાં 38 કેસ સામે આવ્યા છે. ઈલાજ માટે અલાયદી વ્યવસ્થા થઈ રહી છે.
અમેરિકાના સીડીસીના જણાવ્યાનુસાર આ મ્યુકોરમાઈકોસીસ એક દુર્લભ ફંગલ સંક્રમણ છે, જેમાં મોલ્ડસ, સાઈનસ અથવા ફેફસાંને અસર કરી શકે છે.
કોરોના વાયરસમાંથી સાજા થયાના બેથી ત્રણ દિવસ બાદ મ્યુકોરમાઈકોસીસનાં લક્ષણો દેખાવા માંડે છે.
પહેલાં સંક્રમણ સાઈનસમાં દેખાય છે, પછી આંખ સુધી જઈ અને 24 કલાકમાં મગજ સુધી પહોંચી જઈ શકે છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer