ઈઝરાયલ - પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ઘેરો બન્યો

ઈઝરાયલ - પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ઘેરો બન્યો
સાઉદી અરબિયાએ બોલાવી ઓઆઈસીની તત્કાળ બેઠક
નવી દિલ્હી, તા. 14 : ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના કટ્ટરવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા ખુની સંઘર્ષને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસીએ રવિવારે ઈમર્જન્સી બેઠક બોલાવી છે. યરુશલેમ અને ગાઝામાં ટકરાવના કારણે હાલત બદતર બન્યા છે અને તેને ધ્યાને લઈને જ સાઉદી અરબના અનુરોધ ઉપર આઈઓસીએ બેઠક બોલાવી છે. બેઠકમાં ઓઆઈસી સભ્ય દેશોના વિદેશ મંત્રી સામેલ થશે. આઈઓસી તરફથી જારી નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઈનના ક્ષેત્રોમાં ઈઝરાયલના હુમલા અંગે બેઠકમાં વાતચીત કરવામાં આવશે. ઈઝરાયલની સેના હવે ગાઝાની સીમાએ પહોંચી ગઈ છે. બીજી તરફ હમાસ રોકેટથી ઈઝરાયલ ઉપર હુમલો કરી રહ્યું છે. મધ્યપૂર્વમાં તેને લઈને તનાવની સ્થિતિ બની છે. યુનોએ વધતા તનાવને ધ્યાને લઈને યુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાએ ઈઝરાયલમાં પોતાના દૂતને મોકલવાની ઘોષણા કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યં છે કે અમેરિકા સાઉદી અરબ અને ઈજીપ્તના સંપર્કમાં છે. જેથી તનાવ ઘટાડવા માટે કોઈ રસ્તો નિકળી શકે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer