રાજકોટના ચૈતન્ય અંજારિયા મુંબઇમાં આવકવેરા કમિશનર બન્યા

રાજકોટના ચૈતન્ય અંજારિયા મુંબઇમાં આવકવેરા કમિશનર બન્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 : મૂળ રાજકોટના અને છેલ્લા 3 વર્ષથી મુંબઇ આયકર વિભાગમાં એડિશ્નલ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહેલા ચૈતન્ય અંજારિયાની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને કમિશ્નરના પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે. 
અંજારિયા આવકવેરાના કમિશનર હોવા ઉપરાંત સારા ગાયક, કંપોઝર અને લેખક પણ છે. મુંબઈ સહિત અનેક જગ્યાએ શો આપી ચૂક્યા છે અને બોલિવૂડના વિવિધ ગાયકોનાં અવાજમાં ગાવાની તેમની ક્ષમતા માટે જાણિતા છે. તેમણે રાજકોટ, અમદાવાદ, ઇન્દોર અને હિંમતનગર વિગેરે શહેરોમાં પણ ફરજ બજાવી છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer