મહારાષ્ટ્રમાં સાકર કારખાનાના પ્રથમ અૉક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન

મહારાષ્ટ્રમાં સાકર કારખાનાના પ્રથમ અૉક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન
ધારાશિવના સાકર કારખાનામાં અૉક્સિજનના ઉત્પાદનનો આરંભ
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં સહકારી સાકર ઉદ્યોગના કારખાનાઓ કોરોનાના દરદીઓની સારવાર માટે અતિઅગત્યનો અૉક્સિજન પેદા કરે એવો અનુરોધ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે. 
ઓસ્માનાબાદ જિલ્લામાં ધારાશિવ સહકારી સાકર કારખાનામાં અૉક્સિજન ઉત્પાદન કરવાના પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ઠાકરેએ જણાવ્યું હતું કે અૉક્સિજન અંગે આપણી 1200 ટનની ઉત્પાદન ક્ષમતા સામે માગ 1700 ટન જેટલી છે જો આપણે 3000 ટન અૉક્સિજનનું ઉત્પાદન કરીએ તો જ તેના ઉત્પાદનમાં સ્વાવલંબી બની શકીએ, એમ ઠાકરે એ ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રમાં અૉક્સિજનનું ઉત્પાદન શરૂ કરનાર આ સહુપ્રથમ સાકર કારખાનું છે. 
આ કાર્યક્રમમાં સહભાગી થતાં કેન્દ્રના ભૂમિ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરી એ જણાવ્યું હતું કે 50 કરતાં વધુ બિછાના ધરાવતી હૉસ્પિટલો માટે પોતાનો અૉક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાનું ફરજિયાત બનાવવામાં આવવું જોઈએ.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer