મુંબઈમાં કોરોના કાબૂમાં

મુંબઈમાં કોરોના કાબૂમાં
1657 નવા સંક્રમિતો; 2572 સાજા થયા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 1657 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 6,85,705ની થઈ ગઈ છે. છેલ્લા અઠવાડિયાથી દેશની આર્થિક રાજધાનીમાં લગભગ બેથી અઢી હજાર વચ્ચે દૈનિક કેસો મળી રહ્યા છે, તેમાં આજે રાહત મળી છે. ગુરુવારે મુંબઈમાંથી 1946, બુધવારે 2116, મંગળવારે 1717 અને સોમવારે 1794 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં 62 દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે શહેરનો મૃત્યુઆંક 14,138નો થઈ ગયો છે. અત્યારે 37,656 દરદી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લાં 24 કલાકમાં 2572 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલાં દરદીઓની સંખ્યા 6,31,982ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ 92 ટકા છે, જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ વધીને 199 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.34 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 377 બિલ્ડિગો સીલ છે, જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝુંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 85 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 25,205 ટેસ્ટ કરવામાં આવી હતી અને એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 58,51,279ની થઈ ગઈ છે.
Published on: Sat, 15 May 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer