ભારત-પાકિસ્તાન વચ્ચે રાજદ્વારીઓ, અધિકારીઓના વિઝાની સમજૂતિ

નવી દિલ્હી, તા. 6 : ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં બે વરસથી તાણના એક મહત્ત્વના કારણરૂપ અસાઈનમેન્ટ વિઝાના મુદ્દાના સત્ત્વરે ઉકેલ માટે બન્ને દેશો વચ્ચે એક સમજૂતી સધાઈ ગઈ છે. આ સમજૂતી મુજબ, 16મી જૂનના દિવસે બન્ને દેશો તરફથી રાજદ્વારાઓ અને અન્ય પ્રશાસનના કર્મચારીઓ માટે અટકેલા અસાઈનમેન્ટ વિઝાને મંજૂરી આપી દેવાશે. પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ભારતના અધિકારીઓ અને કર્મચારીઓને વિઝા આપવામાં આનાકાની કરી રહ્યું છે.  અપવાદો સિવાય પાકે છેલ્લા બે વરસથી ભારતીય અધિકારીઓ માટે કોઈ વિઝા જારી કર્યા નથી. સત્તાવાર વિઝાની મંજૂરીથી બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો જાળવવામાં મદદ મળશે. રાજદ્વારીઓ અને વિશેષ સરકારી અધિકારીઓ માટે એકથી બીજા દેશમાં સમયસર આવ-જા માટે આવા વિઝા જારી કરાય છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer