ગૂગલ, ફેસબુક પર 15 ટકા કૉર્પોરેટ વેરો; જી-7 સહમત

લંડન, તા. 6 : અમેરિકા, બ્રિટન સહિત જી-7 સમૂહના તમામ દેશ એક ઐતિહાસિક સમજૂતી કરવા જઇ રહ્યા છે. ગૂગલ, એપલ, ફેસબુક જેવી બહુ રાષ્ટ્રીય કંપનીઓ પર `વૈશ્વિક વેરા' માટે આ સમજૂતી થશે. આ સમજૂતી હેઠળ કંપનીઓ પર 15 ટકાનો કોર્પોરેટ ટેક્સ લગાવાશે. તમામ દેશોમાં સહમતી સધાઇ ગઇ છે. 11થી 13 જૂન વચ્ચે હસ્તાક્ષર થશે. લંડનમાં યોજિત બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યા બાદ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે કહ્યું હતું કે, જી-7 નાણામંત્રીઓએ વૈશ્વિક વેરા પ્રણાલીમાં સુધારો લાવવા માટે ઐતિહાસિક કરાર પર સહમતી સાધી છે. બ્રિટન લાંબા સમયથી આ સુધારાની માંગ કરી રહ્યું હતું, જેનાથી બ્રિટનના કરદાતાઓને મોટું ઇનામ મળશે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer