મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દરદી કરતાં સાજા થયેલાઓની સંખ્યા વધુ

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દરદી કરતાં સાજા થયેલાઓની સંખ્યા વધુ
મુંબઈમાંથી 673 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 : મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 673 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા 7,13,002ની થઈ ગઈ છે.  સોમવારે મુંબઈમાંથી 728, રવિવારે 794, શનિવારે 866, શુક્રવારે 973 અને ગુરુવારે 961 નવા કેસ મળ્યા હતા.  છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સાત દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,073નો થયો છે. અત્યારે 15,701 દરદી વિવિધ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં 751 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,80,009ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા છ દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ ઘટીને 543 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.12 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 98 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 27 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 26,992 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 64,80,491ની થઈ ગઈ છે. 
ધારાવીમાંથી છ નવા દરદી મળ્યા  
ધારાવી વિસ્તારમાંથી મંગળવારે કોરોનાના છ નવા પેશન્ટ મળ્યા હતા. એ સાથે ત્યાંથી અત્યાર સુધી મળેલા દરદીઓની કુલ સંખ્યા 6844ની થઈ ગઈ છે. ધારાવીમાં અત્યારે 20 દરદી સારવાર હેઠળ છે. 6465 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
ધારાવી વિસ્તાર પાલિકાના જી-નોર્થ વૉર્ડમાં પડે છે. ધારાવી ઉપરાંત દાદર અને માહિમ પણ આ વૉર્ડમાં આવે છે. દાદરમાંથી 16 અને માહિમમાંથી 27 નવા કેસ મળ્યા હતા. 
આ વૉર્ડમાંથી અત્યાર સુધી કુલ 26,187 દરદી મળ્યા છે. વૉર્ડમાં અત્યારે કુલ 355 દરદી સારવાર લઈ રહ્યા છે જ્યારે 25,087 દરદી અત્યાર સુધી સાજા થયા છે.
મહારાષ્ટ્રમાંથી 10,891 નવા કેસ મળ્યા 
મંગળવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 10,891 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 58,52,891ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,67,927 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. રાજ્યનો પૉઝિટિવિટી રેટ 15.86 ટકા છે. 
સોમવારે રાજ્યમાંથી 10,219, રવિવારે રાજ્યમાંથી 12,557, શનિવારે 13,659, શુક્રવારે 14,152 અને ગુરુવારે 15,229 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 295 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,01,172નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.73 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16,577 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,80,925 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 95.35 ટકા  છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,69,07,181 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 58,52,891 (15.86 ટકા) ટેસ્ટ પૉઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 11,53,147 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 6225 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં પુણે જિલ્લામાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી છે. પુણેમાં 20,747 દરદી અત્યારે સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં 17,642, થાણે જિલ્લામાં 15,724 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. પાલઘર જિલ્લામાં સૌથી ઓછા 318 દરદી સારવાર હેઠળ છે. 
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer