બાળકો માટે કૉવૅક્સિનનું નેઝલ સ્પ્રે જુલાઈથી

કાનપુર, તા. 10 : કોરોનાથી બચ્ચાંને બચાવવા બેથી છ વરસનાં બાળકો પર દુનિયાનું પ્રથમ રસી પરીક્ષણ કાનપુરમાં થશે. અત્યાર સુધી આટલા નાની વયનાં બાળકો પર પરીક્ષણ ક્યાંય થયું જ નથી. ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિનથી આ પરીક્ષણ શરૂ કરાશે. આગામી મહિને આ રસીનું નેઝલ સ્પ્રે પણ આવી જશે. ગત મંગળવારથી ટ્રાયલની કવાયત શરૂ થઈ છે. પ્રથમ દોરમાં 12થી 18 વરસનાં 20 બાળકો પર પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ ગઈકાલે બુધવારે છથી 12 વરસનાં પાંચ બાળકોને રસી અપાઈ હતી પછી 45 મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રખાયા હતા. હવે 2થી 6 વરસનાં બાળકો પર ટ્રાયલ થશે.
Published on: Fri, 11 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer