બ્રહ્માત્ર ની ટીમ બુડાપેસ્ટ જશે

બ્રહ્માત્ર ની ટીમ બુડાપેસ્ટ જશે
ફિલ્મમેકર અયાન મુખરજીની મહત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માત્રનું અંતિમ શૂટિંગ શિડયુલ બુડાપેસ્ટમાં યોજાશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનિત આ ફિલ્મનું શૂટિંગ 2018માં શરૂ થયું હતું ત્યારથી જાતજાતનાં વિધ્નોનો સામનો કરે છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થવાનું હતું ત્યાં પહેલાં રણબીર અને બાદમાં આલિયા  કોરોના  સંક્રમિત થયાં હતાં. ત્યાર બાદ કોરોનાની બીજી લહેરમાં મહારાષ્ટ્રમાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું અને ફરી અવરોધ આવ્યો. હવે શૂટિંગ ફરી શરૂ થયાં છે અને રાજ્યમાં બધું યથાવત્ થઈ રહ્યું છે એટલે રણબીર અને આલિયા ફિલ્મના છેલ્લા શૂટિંગ શિડયુલ માટે બુડાપેસ્ટ જશે. કલાકાર અને કસબીઓનું રસીકરણ થયા બાદ પ્રવાસની પરવાનગી મળતાં હંગેરી જશે. અૉગસ્ટ મહિના સુધીમાં આ શિડયુલ પૂરું કરવાનો વિચાર છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. આમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer