પ્રિયદર્શનની હંગામા-ટુ 16 જુલાઈએ રજૂ થશે

પ્રિયદર્શનની હંગામા-ટુ 16 જુલાઈએ રજૂ થશે
અત્યારે થિયેટર બંધ હોવાથી કેટલીક ફિલ્મો ઓટીટી પર રજૂ થઈ રહી છે. હાલમાં વિદ્યા બાલન અભિનિત શેરની એમેઝોન પ્રાઈમ પર રજૂ થઈ અને હવે પ્રિયદર્શનની  હંગામા-ટુ 16 જુલાઈએ ડિઝની હૉટસ્ટાર પર રજૂ થશે. આ કૉમેડી ફિલ્મમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી અને મિઝાન જાફરી મુખ્ય ભૂમિકામાં છે અને તેમની સાથે રાજપાલ યાદવ તથા જોની લીવર જોવા મળશે.આ ફિલ્મ દ્વારા પ્રિયદર્શન લાંબા સમય બાદ હિન્દી ફિલ્મોદ્યોગમાં પરત ફરશે. આ ફિલ્મ ધમાલ કૉમેડી છે અને અત્યારના તણાવગ્રસ્ત સંજોગોમાં આવી જ હાસ્યસભર ફિલ્મોની જરૂરિયાત છે.
 2003માં પ્રિયદર્શનને કલ્ટ કૉમેડી હંગામા બનાવી હતી તેનો જ આ બીજો ભાગ છે. મૂળ ફિલ્મમાં અક્ષય ખન્ના,રિમી સેન, પરેશ રાવલ અને આફતાબ શિવદાસાની હતાં. અક્ષય હંગામા-ટુમાં નાની ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે પ્રિયદર્શનની હંગામા-ટુ પછી રમેશ તૌરાનીની કૉમેડી ફિલ્મ ભૂત પોલીસ સપ્ટેમ્બર મહિનામાં ડિઝની હૉટસ્ટાર પર રજૂ થશે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer