વિદ્યા બાલનની સાથે પ્રતીક ગાંધી રૉમાન્ટિક ભૂમિકામાં

વિદ્યા બાલનની સાથે પ્રતીક ગાંધી રૉમાન્ટિક ભૂમિકામાં
બૉલીવૂડની સુપરસ્ટાર વિદ્યા બાલને પરિણીતા, કહાની, ડર્ટી પિક્ચર, તુમ્હારી સુલુ અને તાજેતરમાં શેરનીમાં અભિનય કરીને ફિલ્મોદ્યોગમાં પોતાનું અલાયદું  સ્થાન બનાવ્યું છે. તેણે આગવા મહિલાપ્રધાન પાત્રો ભજવીને સમાજને પ્રેરણા આપવાનું કાર્ય પણ કર્યું છે. હવે તે તનુજ ગર્ગ અને અતુલ કસબેકરની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ સીરિયસ ડ્રામા ફિલ્મમાં બે યુગલો હશે જે સમાજના પિતૃસત્તાક અને રૂઢિચુસ્ત નિયમોને તોડવાનો પ્રયાસ કરશે. ફિલ્મમાં વિદ્યાની સાથે ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી રૉમાન્સ કરશે. હંસલ મહેતાની વૅબ સીરિઝ સ્કૅમ 1992 દ્વારા લાઈમલાઈટમાં આવેલા પ્રતીકને વિદ્યાની સાથે જોવો ગમશે. આ જોડીની સાથે બીજા યુગલ તરીકે કયા કલાકારને લેવા તેનો નિર્ણય હજુ થયો નથી. 

Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer