અક્ષય કુમારે રક્ષાબંધન બહેન અલ્કાને સમર્પિત કરી

અક્ષય કુમારે રક્ષાબંધન બહેન અલ્કાને સમર્પિત કરી
દિગ્દર્શક આનંદ એલ. રાયની ફિલ્મ રક્ષાબંધનનું શૂટિંગ અક્ષય કુમારે શરૂ કર્યું છે. અભિનેતાએ આ ફિલ્મ પોતાની બહેન અલ્કા હિરાનંદાનીને સમર્પિત કરી છે. ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડણેકર છે. ફિલ્મમાં ભાઈ બહેનના સંબંધોની પ્રેમાળ કથા છે. અક્ષયે ટ્વીટર પર આનંદ સાથેની તસવીર શૅર કરી છે. આનંદ અને અક્ષયની આ બીજી ફિલ્મ છે. અગાઉ આનંદની અતરંગી રે ફિલ્મમાં પણ અક્ષય છે. આમાં તેની સાથે સારા અલી ખાન અને ધનુષ છે. અક્ષયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, મારી બહેન સાથે મોટો થયો છું અને અલ્કા મારી પ્રથમ મિત્ર હતી. આ અત્યંત સહજ મૈત્રી હતી. રક્ષાબંધન તેને સમર્પિત કરું છુ. શૂટિંગનો પ્રથમ દિવસ છે અને તમારા પ્રેમ તથા શુભકામનાઓની જરૂર છે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer