આફ્રિકા સામે 324 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝના 2/65

આફ્રિકા સામે 324 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝના 2/65
ગ્રોસ આઇસલેટ, તા. 21 : પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામેના બીજા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 324 રનનું પડકારરૂપ વિજય લક્ષ્યાંક મળ્યું છે. જે સામે આજે ચોથા દિવસની રમતના પ્રારંભે વેસ્ટ ઇન્ડિઝના બે વિકેટે 65 રન થયા હતા. આથી તે લક્ષ્યાંકથી હજુ 259 પાછળ હતું. કેરેબિયન કપ્તાન બ્રેથવેટ 6 અને શાઇ હોપ 6 રને આઉટ થયા હતા. બન્ને વિકેટ રબાડાએ લીધી હતી. કાયરલ પોવેલ 29 અને કાઇલ મેયર્સ 18 રને ક્રિઝ પર હતા. આ પહેલા ગઇકાલે દ. આફ્રિકાની ટીમ બીજા દાવમાં 174 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં ડુસાનના 75 અને પૂંછડિયા રબાડાના 40 રન મુખ્ય હતા. વિન્ડિઝ તરફથી ક્રેમર રોચ 4 અને કાઈલ મેયર્સે 3 વિકેટ લીધી હતી. આફ્રિકાએ પહેલા દાવમાં 298 અને વિન્ડિઝે પહેલા દાવમાં 149 રન બનાવ્યા હતા. ટેસ્ટ શ્રેણીમાં દ. આફ્રિકા 1-0થી આગળ છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer