ઇટાલી નૉકઆઉટમાં : વેલ્સ સામે 1-0થી વિજય

ઇટાલી નૉકઆઉટમાં : વેલ્સ સામે 1-0થી વિજય
સ્વિસ ટીમે તુર્કીને 3-1થી હાર આપી યુરો કપમાં આશા જીવંત રાખી
રોમ, તા. 21 : જીતના રથ પર સવાર ઇટાલીની ટીમ યૂરો કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઇ છે. ઇટાલીએ ગઇકાલના મેચમાં વેલ્સ વિરૂધ્ધ 1-0 ગોલથી જીત મેળવી હતી. હાર છતાં વેલ્સની ટીમ પણ નોકઆઉટમાં પહોંચી છે. ગઇકાલના બીજા મેચમાં સ્વિત્ઝરલેન્ડની ટીમે તૂર્કિ સામે 3-1થી શાનદાર વિજય હાંસલ કર્યોં હતો.વેલ્સ સામેના મેચમાં ઇટાલી તરફથી નિર્ણાયક ગોલ પહેલા હાફમાં 39મી મિનિટે મેટિયો પેસિનાએ કર્યોં હતો. 
બીજા મેચમાં સ્વિત્ઝરલેન્ડની આક્રમક રમત સામે તૂર્કિની પૂરી ટીમ અસ્તવ્યસ્ત જોવા મળી હતી. સ્વિસ ટીમે પહેલા હાફમાં છઠ્ઠી અને 26મી મિનિટે ગોલ કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. 
બીજા હાફમાં તૂર્કિ તરફથી ઇરફાને ગોલ કરીને મેચને થોડો રોચક બનાવ્યો હતો, પણ 68મી મિનિટે સ્ટાર શાકિરીના ગોલથી સ્વિત્ઝરલેન્ડનો વિજય 3-1થી નિશ્ચિત બની ગયો હતો. તૂર્કિ સામેની જીત છતાં સ્વિસ ટીમ હજુ રાઉન્ડ-16માં પહોંચી નથી. આ માટે તેને છેલ્લે નસીબની જરૂર પડશે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer