અૉલિમ્પિકમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમ પ્રવેશની છૂટ

અૉલિમ્પિકમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમ પ્રવેશની છૂટ
ટોક્યો, તા. 21 : જાપાનની રાજધાની ટોક્યોમાં કોરોના મહામારી વચ્ચે 23 જુલાઇથી શરૂ થઇ રહેલ ઓલિમ્પિક ગેમ્સમાં 50 ટકા (વધુમાં વધુ દસ હજાર) દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. જો કે કોઇ રમતમાં દર્શક ક્ષમતા પાંચ હજાર હશે તો વધુમાં વધુ અઢી હજાર દર્શકને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે, પણ ફૂટબોલ જેવી કોઇ રમતમાં જો સ્ટેડિયમની ક્ષમતા 50000 હશે તો પણ વધુમાં વધુ 10000 દર્શકને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ છૂટ ફકત જાપાની દર્શકો માટે જ છે. વિદેશી પર્યટકો પર હજુ રોક યથાવત છે. સ્ટેડિયમમાં દર્શકોને ચિયર કરવાની છૂટ નહીં હોય. દર્શકો જેટલીવાર સ્ટેડિયમમાં હશે એટલીવાર માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer