ઈપીએફઓ ખાતામાંથી પેન્શન ખાતાને જુદું પાડવાની વિચારણા

મુંબઈ, તા. 21 : પેન્શનની માસિક ચૂકવણીને સલામત રાખવા માટે સરકાર એપ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) અંતર્ગત આવતા પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન ખાતાને જુદા પાડે તેવી શક્યતા છે. શ્રમ કાયદા અંતર્ગત સામાજિક સુરક્ષાના પેન્શન નિયમોમાં સુધારા કરવાની દિશામાં આ પગલું લેવાઈ શકે છે. સરકારનું માનવું છે કે ઈપીએફઓના સભ્યોના પેન્શન ખાતાને અલગ પાડવામાં આવે તો તેઓ એપ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ)ની સાથે જોડાયેલા ખાતામાંથી પેન્શનનો ઉપાડ નહીં કરી શકે. 
કામદારો પ્રોવિડન્ડ ફંડ ઉપાડે  ત્યારે સાથે પેન્શન ફંડની રકમનો પણ ઉપાડ કરી લે છે કારણ કે આ બંને નાણાં એક જ ખાતામાં જમા કરવામાં આવે છે. 
મહામારી પછી ઘણા લોકો બેરોજગાર થવાથી આ પ્રમાણ વધ્યું છે. 31 મે, 2021 સુધીમાં 76.3 લાખ કર્મચારીઓએ કોવિડ એડવાન્સના નામે આ બચતને ભરોસે છે. 1 એપ્રિલ, 2020 બાદ જે 3.9 કરોડ ક્લેમ આવ્યા તેમાં જેમાં કોવિડ એડવાન્સિસનો પણ સમાવેશ છે. 
દર મહિને કર્મચારીઓ અને માલિક મળીને ઈપીએફઓમાં 24 ટકાનો કુલ ફાળો આપે છે, આમાંથી 8.33 ટકા એપ્લોઈ પેન્શન સ્કીમ (ઈપીએસ) અને બાકીના ઈપીએફમાં જાય છે. ઈપીએફઓમાંથી ઉપાડ કરતી વેળા સાથે તેના પેન્શન સહિતની પૂરી બચતને ઉપાડી લે છે. તેથી નિવૃત્તિ બાદ કર્મચારીને જે પેન્શનના લાભ મળવા જોઈએ તે તેમને મળતા નથી. કાયદા પ્રમાણે સંપૂર્ણ પીએફ ભંડોળ ઉપાડી શકાય છે. જોકે, પેન્શન ફંડને ખાતામાં જ રાખવું જોઈએ જેથી પેન્શનની આવક વધે અને કામદારોની એક પ્રકારની નાણાકીય સલામતી જળવાઈ રહે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.
અધિકારીએ વધુમાં કહ્યું કે, આ મુદ્દે ઈપીએફઓની બોર્ડ મીટિંગમાં ચર્ચા થઈ છે અને સરકારે આ બે ખાતાને અલગ કરવાની સલાહ આપી છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer