સિંધિયાની સુરક્ષાનો કાફલો આઠ કિલોમીટર સુધી અન્ય કોઈની કારનું પાયલોટિંગ કરતો રહ્યો !

ગ્વાલિયર, તા. 21 : રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની સુરક્ષા વ્યવસ્થામાં ભારે ખામી બહાર આવી છે. દિલ્હીથી ગ્વાલિયર જઈ રહેલા સિંધિયાની કાર નિરાવલી ગામથી હજીરા ચૌરાહા સુધી લગભગ 7 કિલોમીટર સુધી સુરક્ષા વિના ચાલતી રહી. આ લાપરવાહીનાં કારણે ગ્વાલિયર અને મુરૈના પોલીસ ચોકીના 14 પોલીસકર્મી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બન્યું એવું હતું કે, પોલીસકર્મીઓની ગાડી સિંધિયાની કારને છોડીને બીજી કારનું પાયલોટિંગ કરતી રહી. રાતના સમયે મલગઢા પાસે હજીરા થાણાના પ્રભારી આલોક પરિહારે સિંધિયાની ગાડીને એકલી જતાં જોઈ તો તેઓ ખુદ સુરક્ષા કાફલાની સાથે સિંધિયાને લઈને જયવિલાસ પેલેસ પહોંચ્યા હતા.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer