રેપિડ એન્ટિજન ટેસ્ટ ભરોસાપાત્ર નથી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : કોરોનાની બીમારી છે કે કેમ એની તપાસ કરવા માટે કરાતી રેપિડ એન્ટિજન ટેસ્ટના 34 ટકા કેસમાં રિઝલ્ટ ખોટા આવ્યા છે. જે લોકોના સેમ્પલની પછી આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી એમાં આ પુરવાર થયું છે. 
આ સંશોધન એટલા માટે મહત્ત્વનું છે કે રાજ્યમાં રોજ જેટલી ટેસ્ટ થાય છે એમાં રેપિડ એન્ટિજન ટેસ્ટનો હિસ્સો 60 ટકા છે. સાત જુલાઈ અને સાત અૉગસ્ટ 2020 વચ્ચે કરવામાં આવેલી ટેસ્ટ પર આ સંશોધન કરવામાં આવેલું. આ બધી ટેસ્ટ આઈસીએમઆર-નેશનલ ઈન્સ્ટિ્યૂટ અૉફ રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થ દ્વારા કરવામાં આવી હતી. 
ઈન્સ્ટિટ્યૂટે જે 412 લોકોની રેપિડ એન્ટિજન ટેસ્ટ કરેલી. પછી તેમના સેમ્પલની આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવી હતી. રેપિડ એન્ટિજન ટેસ્ટમાં જે 139 લોકો કોરોના નેગેટિવ આવ્યા હતા, પણ આરટીપીસીઆર ટેસ્ટના રિઝલ્ટ પૉઝિટિવ આવ્યા હતા. આ ખોટા રિઝલ્ટનું પ્રમાણ 33.7 ટકા હતું. આ 139 લોકોમાં 91 દરદી ( 65 ટકા)માં કોરોનાનાં લક્ષણો હતાં જ્યારે 48 (27ટકા) લોકોમાં કોરોનાનાં લક્ષણો નહોતાં. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer