અયોધ્યામાં શ્રીરામ મંદિર માટે રૂા. 34 કરોડની ભૂમિ રૂા. 18.50 કરોડમાં મળી

'શ્રીરામ મંદિર અંગે દુષ્પ્રચાર કરનારા અદાલતમાં શા માટે ન ગયા ? : વિહિપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરનું નિર્માણકાર્ય લંબચોરસ આકારમાં કરવામાં અડચણ આવતી હતી તેથી આજુબાજુની ભૂમિ વેચાતી લેવામાં આવી. તેમાં બે કરોડની ભૂમિ 18 કરોડ 50 લાખ રૂપિયામાં વેચાતી લીધી હોવાનો જે આરોપ કરવામાં આવી રહ્યો છે, તે ભૂમિની કિંમત વર્ષ 2011માં બે કરોડ હતી. દરવર્ષે તે રકમ વધતી ગઈ. વર્ષ 2019માં સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય શ્રીરામ મંદિરના પક્ષમાં આવ્યા પછી ત્યાંની સર્વ ભૂમિના દર બમણા થયા. જો સરકારે તે ભૂમિ બજારભાવથી વેચાતી લીધી હોત, તો સરકારને 34 કરોડ રૂપિયા આપવા પડ્યા હોત, પણ રામજન્મભૂમિ ટ્રસ્ટે કરેલી વિનંતી પરથી રકમ ઓછી કરીને 18 કરોડ 50 લાખ રૂપિયા કરવામાં આવી. તેથી ભૂમિ વેચાતી લેવામાં કોઈપણ ગોટાળો થયો નથી, એવું વરિષ્ઠ પત્રકાર ડૉ. વિશ્વંભરનાથ અરોરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત `શ્રીરામ મંદિરના દુપ્રચારનું ષડ્યંત્ર' આ વિષય પરના અૉનલાઈન વિશેષ પરિસંવાદમાં `ટાઈમ્સ' જૂથના અરોરાએ આ માહિતી આપી હતી. આ કાર્યક્રમ સમિતિના સંકેત સ્થળ ઇંશક્ષમીષફલાિuશિં.જ્ઞલિ, યુ-ટ્યુબ અને ટ્વીટર પર 3,300 લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યો. 
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બન્સલે કહ્યું કે, ભૂમિ ખરીદી ગોટાળાનો આરોપ ત્રણ દિવસમાં જ પોકળ પુરવાર થયો છે. જો આરોપ સત્ય હોત, તો આક્ષેપ કરનારા સર્વોચ્ચ ન્યાયાલયમાં શા માટે ન ગયા? આ પ્રકરણ અંગે તેમણે ગુનો શા માટે પ્રવિષ્ટ ન કર્યો? મૂળમાં રામને કાલ્પનિક કહેનારા લોકો જ રામ મંદિરના નિર્માણ કાર્યમાં વિકૃત માનસિકતા દ્વારા વિરોધ કરી રહ્યા છે, પણ રાષ્ટ્રવિરોધી `ટૂલ-કિટ' હવે ઉજાગર થઈ રહી છે. ભારતમાંના જે 60 કરોડ લોકોએ શ્રીરામ મંદિર માટે 3500 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, તે મંદિર શ્રીરામની કૃપાથી બંધાવાનું છે જ. 
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer