કાશ્મીરને પુન : પૂર્ણ રાજ્ય બનાવવા ચિદમ્બરમની માગ

આ પાકિસ્તાનની ભાષા : ભાજપ
નવી દિલ્હી, તા. 21 : કાશ્મીરની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકથી પહેલાં જ નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસમાંથી દિગ્વિજયસિંહ બાદ સોમવારે વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ?રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માંગ સાથે જણાવ્યું હતું કે, તેમાં કોઈ સંદેહ કે અસ્ષ્ટતા ન હોવી જોઈએ. પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, કાશ્મીરને પુન: પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાય, તે જ કાશ્મીરનું વલણ છે.
જમ્મુ-કાશ્મીરના લોકો, તેમના અધિકારો અને ઈચ્છાઓનું સન્માન થવું જોઈએ.  પી.સી.એ કહ્યું હતું કે, સંસદના ચોમાસુ સત્રમાં કલમ 370 હટાવતા કાયદા રદ કરવા જોઈએ અને યથાસ્થિતિ બહાલ કરવી જોઈએ.  ચિદમ્બરમનાં આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં દિલ્હીમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, દુ:ખ થાય છે કે કાશ્મીર માટે જે શબ્દો પાકિસ્તાન બોલે છે તે જ કોંગ્રેસ બોલે છે. ચિદમ્બરમની વાત પાકને ખુશ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer