યુપીમાં 1000 લોકોના ધર્માંતરણનાં કાવતરાંનો ઘટસ્ફોટ

લખનઉ, તા. 21 : ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનની એક મોટી સાજીશનો ખુલાસો થયો છે. યુપી એટીએસએ દિલ્હીના જામિયા નગરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી છે. જે આ સાજીશમાં સામેલ હતા. યુપી એટીએસને ધર્મપરિવર્તનની સાજીશ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ભંડોળના પુરાવા મળ્યા છે.
ઉત્તરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, બે જૂન 2021ના ડાસના સ્થિત એક મંદિરમાં બે લોકોએ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓનું નામ વિપુલ વિજયવર્ગિય અને કાશિફ છે. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, એક મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં લોકોનું સુનિયોજીત રીતે ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. 
તપાસમાં ગૌતમ નામના શખસનું નામ સામે આવ્યું છે. જે જામિયા નગરનો રહેવાસી છે અને પોતે પણ ધર્મ પરિવર્તન કર્યું છે. પૂછપરછ બાદ તેના સાથી જહાંગીર આલમની ધરપકડ થઈ હતી. જેનાથી સામે આવ્યું છે કે અંદાજીત 1000 લોકોનું ડરાવી ધમકાવીને કે લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે. આ મામલે લખનઉ એટીએસએ કેસ નોંધ્યો છે. મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવીને તેના લગ્ન બીજા ધર્મના લોકો સાથે કરાવી દેવામાં આવતા હતા. જેથી પોતાના ધર્મમાં પરત જવાની કોઈ શક્યતા પણ ન રહે. દેશના અન્ય પ્રદેશોમાં પણ આ રેકેટ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer