સોપોરમાં તોયબાના ત્રણ આતંકવાદી ઠાર

પોલીસ અને સીઆરપીએફનું સફળ અૉપરેશન
શ્રીનગર, તા. 21 : જમ્મુ કાશ્મીરના સોપોરમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ત્રણેય આતંકવાદી લશ્કર એ તૈયબા સાથે સંબંધ ધરાવતા હતા. પોલીસ અને સીઆરપીએફની ટીમ ઉપર થયેલા હુમલામાં સામેલ મુદસ્સિર પંડીતને પણ અથડામણમાં ઠાર કરવામાં આવ્યો છે. 12 જૂનના સોપોરમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ પોલીસ કર્મી અને બે નાગરીકના મૃત્યુ થયા હતા. 
આઈજી વિજય કુમારે કહ્યું હતું કે, સોપોર હુમલામાં સામેલ મુદસ્સિર પોલીસ પાર્ટી ઉપર હુમલા ઉપરાતં અન્ય આતંકી ગતિવિધીઓમાં પણ સામેલ હતો. પોલીસ મુજબ ગુંડબ્રથ વિસ્તારમાં ઓપરેશન ખતમ થઈ ચુક્યું છે. અથડામણ બાદ સુરક્ષા દળોએ ત્રણ એકે-47 અને ભારે પ્રમાણમાં દારુગોળો જપ્ત કર્યો છે. ઠાર થયેલા આતંકીઓમાં પાકિસ્તાની નાગરિક અસરાર ઉર્ફે અબ્દુલ્લા પણ સામેલ છે. જે વર્ષ 2018થી કાશ્મીરમાં સક્રિય હતો. 

Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer