મહારાષ્ટ્રમાં કોરોનાના ચાર માસમાં સહુથી ઓછા 6270 દરદી મળ્યા, બમણા દરદી સાજા થયા

મહારાષ્ટ્રમાં કોરોનાના ચાર માસમાં સહુથી ઓછા 6270 દરદી મળ્યા, બમણા દરદી સાજા થયા
મુંબઈમાંથી 521 નવા કેસ મળ્યા, સાતનાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : સોમવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 6270 નવા કેસ મળ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 59,79,051ની થઈ ગઈ છે. રાજ્યમાં 1,24,398 પેશન્ટો અત્યારે સારવાર હેઠળ છે. 
રવિવારે રાજ્યમાંથી 8912, શનિવારે 8912, શુક્રવારે 9798, ગુરુવારે 9830 અને બુધવારે 10,107 નવા કેસ 
મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે રાજ્યનો મૃત્યાંક 1,18,313નો થઈ ગયો છે. રાજ્યનો મૃત્યુ દર 1.98 ટકા છે. 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,758 દરદી સાજા થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 57,33,215 દરદી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 95.89 ટકા છે. 
રાજ્યમાં અત્યાર સુધી 3,96,69,693 કોરોના ટેસ્ટ કરવામાં આવી છે. એમાથી 59,79,051 ટેસ્ટ (15.07) પોઝિટિવ આવી છે. અત્યારે રાજ્યમાં 6,71,685 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 4472 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. 
રાજ્યમાં સારવાર હેઠળ સૌથી વધુ દરદી મુંબઈ શહેરમાં છે. મુંબઈમાં 18,529, પુણેમાં 16,827 અને થાણે જિલ્લામાં 13,681 દરદી સારવાર હેઠળ છે. સૌથી ઓછા દરદી યવતમાલમાં જિલ્લામાં છે. ત્યાં અત્યારે 161 દરદીઓ પર હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.  
સોમવારે મુંબઈમાંથી કોરોનાના 521 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી મળેલા કુલ કોરોનાગ્રસ્તોની 
સંખ્યા 7,21,891ની થઈ ગઈ છે. 
રવિવારે મુંબઈમાંથી 733, શનિવારે 696, શુક્રવારે 762, ગુરુવારે 666 અને બુધવારે 830 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સાત દરદીનાં મૃત્યુ થયાં હતાં એ સાથે શહેરનો મૃત્યાંક 15,305નો થઈ ગયો છે. અત્યારે 14,637 દરદી વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 
છેલ્લા 24 કલાકમાં 685 દરદી સાજા થઈને ઘરે ગયા હતા. એ સાથે મુંબઈમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 6,89,675ની થઈ ગઈ છે. 
શહેરનો રિકવરી રેટ છેલ્લા 18 દિવસથી 95 ટકા પર સ્થિર છે જ્યારે મુંબઈનો ડબાલિંગ રેટ 720 દિવસનો થઈ ગયો છે. શહેરનો ગ્રોથ રેટ અત્યારે 0.09 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 83 બિલ્ડિંગો સીલ છે જ્યારે એક્ટિવ કન્ટેઈન્મેન્ટ ઝોન (ઝૂંપડપટ્ટી અને ચાલ)ની સંખ્યા 16 છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 26,286 ટેસ્ટ કરાઈ હતી. એ સાથે અત્યાર સુધી કરવામાં આવેલી ટેસ્ટની સંખ્યા 68,41,314ની થઈ ગઈ છે.
મીરા-ભાઇંદરમાંથી 48 નવા કેસ મળ્યા 
સોમવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 61 નવા કેસ મળ્યા હતા. જ્યારે થાણે શહેરમાંથી 91 કેસ મળ્યા હતા. નવી મુંબઈમાંથી 74, મીરા-ભાઇંદર પાલિકાની હદમાંથી 48, વસઈ-વિરાર પાલિકામાંથી 74, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 84, ભિવંડી-નિઝામપુર પાલિકામાંથી એક, ઉલ્હાસનગરમાંથી 10, પાલઘર જિલ્લામાંથી 116, રાયગઢ જિલ્લામાંથી 300 અને પનવેલ શહેરમાંથી 96 નવા કેસ મળ્યા હતા.
Published on: Tue, 22 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer