ઈનસાઈડ એજ ની ત્રીજી સિઝન આવવાની તૈયારીમાં

ઈનસાઈડ એજ ની ત્રીજી સિઝન આવવાની તૈયારીમાં
ઍમેઝોન પ્રાઈમની વૅબ સીરિઝ ઈનસાઈડ એજની બે સીઝનને મળેલી સફળતા બાદ હવે ત્રીજી સીઝન આવવાની તૈયારીમાં છે. ઍમેઝોને ઈનસાઈડ એજ સીઝન 3નો લૉગો મૂકયો છે. બીજી સીઝનનો અંત એવો અધ્ધરતાલ રાખવામાં આવ્યો હતો કે ચાહકો આગળ શું થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર નિર્મિત તથા કરણ અંશુમાન સર્જીત આ સીરિઝના દિગ્દર્શક કનિશ્ક વર્મા છે. આમાં વિવેક ઓબેરોય, રિચા ચઢ્ઢા, સયાની ગુપ્તા, આમિર બશીર, તનુજ વીરવાની, સપના પબ્બી, અમિત સિયાલ, અક્ષય ઓબેરોય અને સિધ્ધાંત ગુપ્તા મહત્ત્વના પાત્રમાં છે. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer