સાદિયા ખતીબ અક્ષય કુમારની રક્ષાબંધન માં

સાદિયા ખતીબ અક્ષય કુમારની રક્ષાબંધન માં
શિકારાની અભિનેત્રી સાદિયા ખતીબની પસંદગી અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધન માટે થઈ છે. સાદિયાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપતાં ખુશી વ્યક્ત કરી હતી. શાંતિ ધારની ભૂમિકા ભજવવા બદ્લ સાદિયાની પ્રશંસા થઈ હતી. સાદિયા જમ્મુ કાશ્મીરની છે અને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેણે હાલમાં જ અક્ષય સાથેની
તસવીર ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી અને લખ્યું હતું. આ તમામ ભાઈઓ અને બહેનો માટે છે. આના જેવું બંધન બીજું એક પણ નથી. રક્ષાબંધનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 
રક્ષાબંધનમાં સાદિયા અક્ષયની બહેનની ભૂમિકા ભજવે છે. તેની સાથે બીજી બહેનના પાત્રમાં સહેજમીન કૌર, દીપિકા ખન્ના અને સ્મૃતિ શ્રીકાંત છે. આનંદ એલ. રાય દિગ્દર્શિત આ ફિલ્મ અક્ષયે પોતાની બહેન અલ્કાને સમર્પિત કરી છે. ફિલ્મના લેખક કનિકા ઢિલ્લોન અને હિમાંશુ શર્મા છે. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer