ડ્રામા અને રૉમાન્સનો સમન્વય ધરાવતી સિરીઝ ગ્રહણ

ડ્રામા અને રૉમાન્સનો સમન્વય ધરાવતી સિરીઝ ગ્રહણ
80'ના દાયકાનો ચાર્મ, ડ્રામા અને એક્ટિવ ઈનવેસ્ટિગેશન ધરાવતી વૅબ સીરિઝ ગ્રહણ 24 જૂને ડિઝની હોટસ્ટાર પર રજૂ થશે. આ સીરિઝમાં ત્રણ ગીત છે જેના સંગીતકાર અમિત ત્રિવેદી, ગીતકાર વરુણ ગ્રોવર અને ગાયક અભિજિત શ્રીવાસ્તવ અને રુપાલી મોઘે છે. સત્ય વ્યાસના પુસ્તક ચૌરાસી પર આધારિત આ સીરિઝના દિગ્દર્શક રંજન ચંડેલ છે. આ આઠ એપિસોડની સીરિઝમાં 1980માં બોકારોમાં રિશઈ અને મનુ વચ્ચે પાંગરતો અૉલ્ડ સ્કૂલ રૉમાન્સ છે. આના ત્રીસ વર્ષ બાદ યુવા આઈપીએસ અધિકારી અમૃતા સિંહ લગ્ન કર્યા બાદ વિદેશ જતી હોય છે ત્યારે તેને સમાચાર મળે છે કે તેના પિતા ગુરુસેવકની જઘન્ય ગુનાસર ધરપકડ કરવામાં આવી છે. આથી અમૃતા સત્ય સુધી પહોંચવા વર્ષો અગાઉ શું બન્યું હતું તેની શોધ આરંભે છે. 
આ બંને કથા વચ્ચે કોઈ કડી છે તે કેમ અને અમૃતાને શું સત્ય સાંપડે છે તે જેવું રસપ્રદ બની રહેશે. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer