અમેરિકાની વિકટોરિયાઝ સિક્રેટની સુપરમોડલ બની પ્રિયંકા ચોપરા

અમેરિકાની વિકટોરિયાઝ સિક્રેટની સુપરમોડલ બની પ્રિયંકા ચોપરા
રાજેન્દ્ર વોરા તરફથી 
અમેરિકાની મહિલાઓના અંત:વત્રોનું ઉત્પાદન કરતી જાણીતી બ્રાન્ડ વિકટોરિયા'ઝ સિક્રેટની નવી સુપરમોડલ તરીકે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પસંદગી કરવામાં આવી છે. આ બ્રાન્ડ મહિલાઓ સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા ખેલાડી, એક્ટિવિસ્ટ અને ઉદ્યોગસાહસિકાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ બ્રાન્ડે `ધ વીએસ કલેક્ટિવ' અને `વિક્ટોરિયા'ઝ સિક્રેટ ગ્લોબલ ફન્ડ ફોર વીમેન્સ કેન્સર્સ' એમ બે નવી ભાગીદારીની જાહેરાત કરી છે. પ્રિયંકા આ ભાગીદારીની સ્થાપક સભ્ય અને તે બંને મુદ્દે સકારાત્મક પરિવર્તન લાવવા આગેવાની કરશે. પ્રિયંકા અને છ નવી બ્રાન્ડ એમ્બેસેડર્સ જે વીસએસ કલેક્ટિવના નામે ઓળખાય છે. તે બ્રાન્ડના ઉત્પાદનોનું મોડેલિંગ કરશે, સૂચનો આપશે અને તેને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરશે. 
પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, પ્રતિનિધિત્વ મહત્ત્વનું છે. આપણા માટે તે દર્શાવવું મહત્ત્વનું છે. હું સકારાત્મક પરિવર્તન લાવવા ઉત્સુક છું. વીએસ ગ્લોબલ ફન્ડ ફોર વીમેન્સ કૅન્સર્સ હેઠળ મહિલાઓને થતાં કૅન્સરની સારવાર માટે વધુ સંશોધન કરવા મહિલા વિજ્ઞાનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
નોંધનીય છે કે, પ્રિયંકા સાથે અમેરિકન સોકર સ્ટાર મેગન રેપિનો, બ્રાઝિલની ટ્રાન્સજેન્ડર મોડલ વેલેન્ટિના સેમ્પિઓ, 17 વર્ષની ચીની-અમેરિકન ફ્રીસ્ટાઈલ સ્કીઅર એલીન ગુ, બિરાસિયાની 29 વર્ષીય મોડેલ અને સમાવેશકતાની આગ્રહી પલોમા એલેસર, ફોટોગ્રાફર અને લોસ એન્જલસની મીડિયા પર્સનાલિટી અમાન્ડા ડી કેડેનેટ, દક્ષિણ સુદાન - અૉસ્ટ્રેલિયન મોડલ એડયુટ એકીચ છે. 
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer