અૉલિમ્પિકમાં હૉકી ટીમનું સુકાન મનપ્રિત સંભાળશે

નવી દિલ્હી, તા.22: મિડફિલ્ડર મનપ્રિત સિંઘને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનો કપ્તાન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે અનુભવી ડિફેન્ડર બીરેન્દ્ર લાકડા અને હરમનપિંત સિંઘ ઉપકપ્તાનની જવાબદારી સંભાળશે. હોકી ઇન્ડિયાએ ગત સપ્તાહે ઓલિમ્પિકની 16 ખેલાડીની ટીમ જાહેર કરી દીધી હતી. મનપ્રિતના સુકાનીપદ હેઠળ ભારતીય હોકી ટીમે 2017માં એશિયા કપ, 2018માં એશિયાઇ ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019માં એચઆઇએચ સિરીઝ ફાઇનલ્સ ટૂર્નામેન્ટ જીતી છે. ભારતીય હોકી ટીમનો ટોક્યો ઓલિમ્પિકમાં પહેલો મેચ 24 જુલાઇએ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ છે. ભારતીય મહિલા હોકી ટીમની કમાન અનુભવી સ્ટ્રાઇકર રાની રામપાલને સોંપવામાં આવી છે. મહિલા ટીમ પણ ગત સપ્તાહે જાહેર થઇ ચૂકી છે.

Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer