કોપા અમેરિકામાં આર્જેન્ટિનાનો પરાગ્વે સામે 1-0થી વિજય

કોપા અમેરિકામાં આર્જેન્ટિનાનો પરાગ્વે સામે 1-0થી વિજય
સાઓ પાઉલો, તા.22: કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ગઇકાલના મેચમાં આર્જેન્ટિનાએ પરાગ્વે સામેના મેચમાં 1-0 ગોલથી જીત મેળવીને તેનું સ્થાન કવાર્ટર ફાઇનલમાં નિશ્ચિત કરી લીધું હતું. આ મેચમાં આર્જેન્ટિના તરફથી એકમાત્ર ગોલ મેચની 10 મિનિટે ગોમેજે કર્યો હતો. આથી ગ્રુપ એમાં આર્જેન્ટિના ત્રણ મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચ પર આવી ગયું છે. ગઇકાલના બીજા મેચમાં ઉરૂગ્વે અને ચીલીની ટક્કર થઈ હતી. આ મેચ 1-1 ગોલથી ડ્રો રહ્યો હતો. ચીલી તરફથી મેચની 26મી અને ઉરૂગ્વે તરફથી 66મી મિનિટે ગોલ થયા હતા.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer