અૉસ્ટ્રિયા પહેલીવાર યુરો કપમાં નોકઆઉટમાં

અૉસ્ટ્રિયા પહેલીવાર યુરો કપમાં નોકઆઉટમાં
બેલ્જિયમ, નેધરલૅન્ડસ અને ડેનમાર્ક જીત સાથે અંતિમ-16માં
એમ્સ્ટરડોમ/બુખારેસ્ટ, તા.22: નેધરલેન્ડ્સની ટીમે યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને ઉત્તર મેસાડોનિયાને 3-0 ગોલથી હાર આપી હતી. 
ઇટાલી બાદ નેધરલેન્ડ્સ બીજી એવી ટીમ છે જે તેના ત્રણેય ગ્રુપ મેચ જીતીને નોકઆઉટમાં પહોંચી છે. ડચ ટીમ તરફથી 24મી, પ1મી અને પ8મી મિનિટે ગોલ થયા છે. મેંફિસ ડિપેની શાનદાર રમતથી નેધરલેન્ડને પહેલા બે ગોલ કરવામાં સફળતા મળી હતી. જો કે બે ગોલ જોર્જિયાનો વિજનાલ્ડમનાં નામે રહ્યા હતા.
બીજી તરફ ઓસ્ટ્રિયાની ટીમ પહેલીવાર યુરો કપમાં નોકઆઉટમાં પહોંચી છે. ગઈકાલના મેચમાં તેણે યુક્રેનને 1-0 ગોલથી હાર આપી હતી. મેચનો એકમાત્ર ગોલ 21મી મિનિટે ઓસ્ટ્રિયા તરફથી ક્રિસ્ટોફ બામગાર્ટનરે કર્યો હતો જ્યારે ફીફા ક્રમાંકની નંબર વન ટીમ બેલ્જિયમે ફિનલેન્ડને 2-0થી હાર આપીને અંતિમ-16માં જગ્યા બનાવી છે. 
બેલ્જિયમ પણ તેના ગ્રુપના ત્રણેય મેચ જીતવામાં સફળ રહ્યં છે. આ ઉપરાંત ગઈકાલના આખરી મેચમાં ડેનમાર્કે આક્રમક રમતનું પ્રદર્શન કરીને રશિયા વિરુદ્ધ 4-1 ગોલથી શાનદાર જીત મેળવીને નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા પાકી કરી હતી.

Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer