આજે છેલ્લો દિવસ મૅચ ડ્રૉ થવાની શક્યતા

આજે છેલ્લો દિવસ મૅચ ડ્રૉ થવાની શક્યતા
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ
પહેલા દાવમાં 32 રનની લીડ સાથે ન્યૂ ઝીલૅન્ડ 249માં અૉલ આઉટ
સાઉથમ્પટન, તા.22 : આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલના પાંચમા દિવસે ચાના સમય પૂર્વે ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 249 રને સમાપ્ત થયો હતો. ભારતના પ્રથમ દાવમાં 217 રન થયા હતા આથી ન્યુઝીલેન્ડને32 રનની પાતળી સરસાઇ મળી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ અદભૂત સ્વિંગ બોલિંગ કરીને 76 રનમાં 4 વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્માને 3, રવીચંદ્રન અશ્વિનને 2 અને રવીન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી હતી. જસપ્રિત બુમરાહ વિકેટ વિહોણો રહ્યો હતો. કિવિ કપ્તાન વિલિયમ્સને 49 રનની લડાયક ઇનિંગ રમી હતી.
ન્યુઝીલેન્ડે આજે મેચના પાંચમા દિવસે તેનો પહેલો દાવ બે વિકેટે 101 રનથી આગળ વધાર્યોં હતો અને વધુ 148 રનનો ઉમેરો કરીને 99.2 ઓવરમાં 249 રને ઓલઆઉટ થઇ હતી. કિવિ કપ્તાન કેન વિલિયમ્સને ખરતી વિકેટો વચ્ચે એક છેડો સાચવીને 177 દડામાં 6 ચોક્કાથી જવાબદારીભર્યાં 49 રન કર્યાં હતા. આ સિવાય પૂંછડિયા ટિમ સાઉધીએ 46 દડામાં 1 ચોક્કા-2 છક્કાથી ઉપયોગી 30 રનનું યોગદાન આપ્યું હતું. મેચનો આવતીકાલે આખરી રિઝર્વ ડે (છઠ્ઠો દિવસ) છે. આથી મેચનું પરિણામ આવવાની સંભાવના ઓછી છે. જેથી બન્ને ટીમ સંયુકત વિજેતા જાહેર થઇ શકે છે.
સ્કોરબોર્ડ : ભારત પ્રથમ દાવ: 217
ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ: લાથમ કો. કોહલી બો. અશ્વિન 30, કોન્વે કો. શમી બો. ઇશાંત પ4, વિલિયમ્સન કો. કોહલી બો. ઇશાંત 49, ટેલર કો. ગિલ બો. શમ્મી 11, નિકોલ્સ કો. રોહિત બો. ઇશાંત 7, વેટલિંગ બોલ્ડ શમ્મી 1, ગ્રેંડહોમ એલબીડબ્લ્યૂ ઇશાંત 13, જેમિસન કો. બુમરાહ બો. શમ્મી, સાઉધી બોલ્ડ રવીન્દ્ર 30, વેગનાર કો. રહાણે બો. અશ્વિન 0, બોલ્ટ નોટઆઉટ 7, વધારાના 26, કુલ 99.2 ઓવરમાં 249 રન.
વિકેટ ક્રમ : 70, 101, 117, 134, 135, 162, 192, 221, 234 અને 249
બોલિંગ : ઇશાંત : 25-9-48-3, બુમરાહ : 26-9-57-0,  શમ્મી : 26-8-76-4, અશ્વિન : 15-5-28-2, રવીન્દ્ર : 7.2-2-20-1.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer