મહારાષ્ટ્રમાં મંગળવારે 5.52 લાખ લોકોને રસી આપવાનો રેકોર્ડ નોંધાયો

મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં મંગળવારે એક જ દિવસમાં 5.52 લાખ લોકોને કોરોનાની રસી આપવાનો રેકોર્ડ નોંધાયો હોવાની જાણકારી પ્રશાસને આપી હતી. આ અગાઉ 26 એપ્રિલે 5.34 લાખ લોકોને રસી અપાઇ હતી. એડિશનલ મુખ્ય સચિવ (આરોગ્ય) પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે મંગળવારે રાતે આઠ વાગ્યા સુધીની આંકડાવારી અનુસાર રાજ્યમાં 5,52,909 નાગરિકોએ કોરોનાની રસી લીધી છે. આ આંકડાવારી રાત સુધી વધવાની શકયતા છે. મહારાષ્ટ્રમાં 2.85 કરોડ ડોઝ અપાઇ ચૂકયા હોવાનું પ્રશાસને વધુમાં ઉમેર્યું હતું.  
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer