ઉત્તર કોરિયાનું જૂઠાણું ! કોરોનાનો એકપણ કેસ નહીં

હુ સમક્ષ કરેલા દાવાને નિષ્ણાતોએ ગણાવ્યો, બિનભરોસાપાત્ર 
સિઓલ, તા.22: ચીનનાં પાડોશી દેશ ઉત્તર કોરિયાએ કોરોના સંક્રમણ બાબતે અજીબોગરીબ દાવો કર્યો છે. ઉત્તર કોરિયાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ)ને કહ્યું છે કે, તેનાં દેશમાં કોરોનાનો એકપણ કેસ નથી.
ઉત્તર કોરિયાએ જણાવ્યું છે કે, 10 જૂન સુધીમાં 30 હજાર લોકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. પરંતુ હજી સુધી દેશમાં કોરોના પોઝિટિવ કેસ એકેય સામે આવ્યો નથી. 
જો કે નિષ્ણાતોને ઉત્તર કોરિયાનો આ દાવો વિશ્વાસપાત્ર લાગતો નથી. ઉત્તર કોરિયાનું સ્વાસ્થ્ય સંબંધિત બુનિયાદી માળખુ બેહદ ખરાબ છે. તેની સીમાઓ પણ ચીન સાથે જોડાયેલી છે. ચીન ઉત્તર કોરિયાનું સૌથી મોટું આર્થિક સહયોગી રાષ્ટ્ર છે અને ચીનમાંથી જ કોરોનાનો ઉદ્દભવ થયેલો છે એટલે ઉત્તર કોરિયાનાં દાવા ઉપર ભરોસો થઈ શકે તેમ નથી.

Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer