કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધ્યું

પાંચ રાજ્યમાં `ડેલ્ટા પ્લસ'ના દરદી
નવી દિલ્હી, તા. રર : ભારતમાં કોરોનાની બીજી લહેરમાં હાહાકાર મચાવ્યા બાદ પ રાજ્યમાં વાયરસનું નવુ સુપરસ્પ્રેડર `ડેલ્ટા પ્લસ' સ્વરૂપ ત્રાટક્યું છે. કેરળ, મહારાષ્ટ્ર , તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના નવા બદલાયેલા વાયરસના કેસ નોંધાયા છે. કોરોના 
વાયરસનું ફરી મ્યૂટેશન થતાં ચિંતા વધી છે કારણે બ્રિટન, રશિયા જેવા દેશોમાં સ્થિતિ થાળે પડયા બાદ અચાનક નવી લહેર ઉઠી છે તેમ ભારતમાં પણ ત્રીજી લહેરની સંભાવના વધી છે. 
મહારાષ્ટ્રમાં 7પ00 લોકોની તપાસમાં ર1 કેસ ડેલ્ટા પ્લસના મળ્યા છે જેમાં મુંબઈમાં બે દર્દી સામેલ છે. ડેલ્ટા પ્લસના સૌથી વધુ ર1 કેસ રત્નાગીરીમાં સામે આવ્યા છે. એ સિવાય જલગાંવમાં 7, થાણેમાં 1 અને સિંધુદુર્ગમાં 1 કેસ નોંધાયો છે. ડેલ્ટા પ્લસના આ કેસ એ સેમ્પલોની તપાસમાં મળ્યા છે જે બીજી લહેર વખતે સંક્રમિત 7પ00 લોકોમાંથી લેવામાં આવ્યા હતા. તેને 1પ મે ના રોજ જીનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. દેશમાં ડેલ્ટા પ્લસના કેસ વધીને ર0 થયા છે. ડેલ્ટા પ્લસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેની તપાસ કરાઈ રહી છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં ડેલ્ટા પ્લસથી સંક્રમિત 4 દર્દીના મૃત્યુ થયા છે. કેરળમાં 4 વર્ષના બાળકમાં આ નવો વાયરસ મળ્યો છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer