એન્ટિલિયા કેસ : વધુ બે પોલીસ અધિકારી સહિત ચારની પૂછપરછ થશે

મુંબઈ, તા. 22 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ બાદ વધુ બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ચાર જણની પૂછપરછ થવાની છે. અઠવાડિયામાં આ ચારેય જણને સમન્સ બજાવવામાં આવશે. આ પૂછપરછમાં થાણેના બે ડૉકટરોનો પણ સમાવેશ કરાયો છે. સૂત્રો અનુસાર બંને પોલીસ અધિકારીઓની જો ગુનામાં સંડોવણી હશે તો તેમની ધરપકડની શકયતા છે. 
એન્ટિલિયા નજીક વિસ્ફોટક ભરેલી કાર અને એ કારના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં એનઆઇએએ અત્યાર સુધી પાંચ પોલીસ સહિત દસ જણની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર મુંબઇ પોલીસના એક અધિકારીએ વાઝે તથા તેના સાથીદારોને સૂચના આપી હતી તેમ જ મનસુખ હિરેનનો મૃતદેહ લઇ જતી કારને કોઇ રસ્તામાં અટકાવે નહીં તે માટે તે કારને એસ્કોર્ટ કરી હતી.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer