માનહાનિના કેસમાં પૂર્વ વડા પ્રધાન દેવગૌડાને

રૂ. બે કરોડનો દંડ
બેંગ્લુરુ, તા. રર : કર્ણાટકમાં બેંગ્લુરુની એક કોર્ટે પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાને ડેફેમેશનના જૂના એક કેસમાં રૂ.ર કરોડનો દંડ ફટકાર્યો છે. 10 વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેમણે નંદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર એન્ટરપ્રાઇસીઝ (એનઆઇસીઇ) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે બદલ કંપનીએ કેસ કર્યો હતો. 
સત્ર ન્યાયાધીશ મલ્લનગૌડાએ એનઆઇસીઇના કેસમાં વળતર તરીકે રૂ.ર કરોડ કંપનીને ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. આ કંપનીના કર્તાધર્તા અશોક ખેની છે જે બીદર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય છે. એક કન્નડ ન્યૂઝ ચેનલ પર 28 જૂન, 2011ના પ્રસારિત થયેલાં ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યં કે અપમાનજનક ટિપ્પણીઓને કારણે કંપનીની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન બદલ દેવગૌડાએ કંપનીને રૂ.ર કરોડ ચૂકવવા પડશે. દેવગૌડાએ કંપનીની પરિયોજના સામે સવાલ ઉઠાવી પ્રોજેક્ટને લૂંટ ગણાવ્યો હતો.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer