કૉવૅક્સિન 78 ટકા અસરકારક

કૉવૅક્સિન 78 ટકા અસરકારક
ભારત બાયોટેકે ત્રીજા તબક્કાના પરીક્ષણના આંકડા સરકારને સોંપ્યા
નવી દિલ્હી, તા. 22 : ભારતની સ્વદેશી રસી કોવેક્સિનથી જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબક્કાના પરીક્ષણમાં એ 77.8 ટકા અસરકારક સાબિત થઇ છે. ભારત બાયોટેક તરફથી કેન્દ્ર સરકારની સમિતિને આ હેવાલ સોંપવામાં આવ્યો છે.
સવારે મળેલી જાણકારી મુજબ, કોરોનાની કોવેક્સિન રસી બનાવનારી ભારત બાયોટેકે આનાથી જોડાયેલી ત્રીજા તબક્કાથી ક્લિનિકલ ટ્રાયલના ડેટાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને આપી દીધા છે.
ત્રીજા તબક્કાના ડેટા મળ્યા બાદ વિષય નિષ્ણાત સમિતિએ આજે મંગળવારે બેઠક કરી હતી. જેમાં કોવેક્સિન તરફથી આ જાણકારી સોંપી દેવામાં આવી હતી. સમિતિએ  ભારત બાયોટેક તરફથી અપાયેલા આંકડા જોઇ લીધા?છે. જોકે, અત્યારે સ્વીકૃતિ કે અસ્વીકૃતિ નથી આપવામાં આવી. આગળની પ્રક્રિયામાં સમિતિ પોતાના આંકડા ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને સોંપશે.
નોંધનીય છે કે, કોવેક્સિનને આ ટ્રાયલના પરિણામ આવ્યા વિના જ લગભગ પાંચ મહિના પહેલાં તાકીદના ઉપયોગની મંજૂરી મળી ગઇ હતી. ટ્રાયલ વિના પરિણામને મંજૂરી મળવાના મુદ્દે ઘણો વિવાદ પણ?થયો હતો.
હાલમાં ભારતમાં બે કોરોના રસીથી રસીકરણ ચાલે છે. પહેલી રસી એસ્ટ્રાજેનેકાની છે. જેને સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા કોવિશિલ્ડ નામથી બનાવે છે. બીજી ભારત બાયોટેકની કોવેક્સિન જ પૂર્ણરૂપે ભારતીય છે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer